ગઝલ - થઈ ગયો છે
ગઝલ - થઈ ગયો છે
હવે આ યુગ દંભી થઈ ગયો છે,
ધરા પર સાવ ખાંભી થઈ ગયો છે.
ધરમના ઢોંગ એવા તો કરે તે..,
કળિયુગે જ મોભી થઈ ગયો છે.
ભલો માણસ સરલ, સાલસ બને છે,
અહીયા સાવ છોભી થઈ ગયો છે.
ગજબનો છે અહી રિવાજ કાં' ભૈ?,
અહી રિવાજ ક્ષોભી થઈ ગયો છે.
અતિશય લોભ સારો નથી હોં!,
મનુષ્ય ખુબ લોભી થઈ ગયો છે.
