STORYMIRROR

Anil Dave

Tragedy

3  

Anil Dave

Tragedy

નહિ રહેવાનું આપણે

નહિ રહેવાનું આપણે

1 min
368


છળ કપટ પાસે નહિ રહેવાનું આપણે,

છળ-કપટથી છેતરાવાનું આપણે.


કોઈ દિલ લઈને દર્દ આપી દે છે,

દર્દની પીડામાં કણસવાનું આપણે.


જાણ હોવા છતાં શું પૂછો છો મને,

પ્રેમની આગમાં બળવાનું આપણે.


હૈયાની લાગણી કોરી જ રહેવાની,

રેતીનાં કંકરમાં જ રમવાનું આપણે.


આ દલડું રમકડું જ બનીને રહ્યું છે, 

કો'ક હાથે ફેંકાઈને તૂટવાનું આપણે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy