જગ્યા
જગ્યા


રાધા અને શ્યામ ના મળી શક્યા!
એ દુઃખમાં કેટલા પ્રેમીઓ ના મળી શક્યા!
સામે કાંઠે દરિયાઓ છલકાતા હતા!
તરસ્યા તો પણ તરસ છીપાવી ના શક્યા!
સમયનો સદઉપયોગ કરી શક્યા હોત!
એની રાહ જોવા સિવાય બીજું કંઈ કરી ના શક્યા!
તારી યાદો ઉપર હક જતાવતા રહ્યા!
તારા સાથ ઉપર તો દાવોના કરી શક્યા!
જીવનનું ઘર એ જવાબદારી છે બરાબર!
પણ એ ઘરમાં શમણાંઓની જગ્યાના કરી શક્યા!