પ્રેમનું સોગંધનામુ
પ્રેમનું સોગંધનામુ
1 min
343
અગર શ્રી કૃષ્ણ અને રાધા ફરી આવે,
સાથે કહેજો પ્રમાણ પ્રેમના લાવે,
આ નિર્દોષ પ્રેમ જેવું રહ્યું નથી હવે,
આવે તો બંનેની સાઈન કરેલું,
સોંગધનામું સાથે લાવે,
પછી સમાજ વાંચશે વિચારશે,
ધર્મ અને પરંપરાની કલમો ચલાવશે,
જો, જન્મપત્રિકા, ગુણ મેળ ખાશે,
તો આગળ વિચાર થાશે,
બાકી પાછુ આ કળયુગમાં,
અલગજ થવાનું થાશે.
