વિધવા ભાગ-૨ દિલાસો દેજો
વિધવા ભાગ-૨ દિલાસો દેજો
(રાગ-સત્સંગમાંથી રજા લઈને)
કરમ સંજોગે વિધવા બની,
તૂટી પડયું છે આભ એના પર,
હિમ્મતના બે શબ્દ કે'જો,
જઈને સૌ દિલાસો દેજો.
સુખનાં જે વાદળાં હતાં.
એ વાદળો વિખરાઈ ગયાં,
વસંતની ખીલી'તી મોસમ,
ત્યાં પાનખર પથરાઈ ગયા;
ઉજ્જડ વનમાં ભટકતી
એના સંગાથે કદી' રે'જો,
સંસારમાં હજુ પગ માંડયો'તો
એ પગ એનો લપસી ગયો,
કનૈયા જેવો જેનો પતિ હતો
એ પતિને કાળ ભરખી ગયો;
એ કરૂણ કલ્પાંત કરતી,
એના દુઃખને તો ઘ્યાને લેજો,
ચંદ્ર આજે ઝાંખો થયો,
ને સૂર્યનું તેજ હણાઈ ગયું,
ખીલ્યું'તું ફૂલ બાગમાં,
એ અચાનક કરમાઈ ગયું;
વિધવા બની એ દુઃખી થઈ
એને હિમ્મત દેતા રે'જો.
