STORYMIRROR

Kalpesh Patel

Tragedy Inspirational

4.9  

Kalpesh Patel

Tragedy Inspirational

શરમની શગ

શરમની શગ

1 min
628


કારોનાના ભરડે જકડાયેલ સૌ દોડે છે લોલ,

જવાન બુઢ્ઢા ચેપી બની ડોક્ટરને કરે છે કોલ,


માણસ ચેપે, માણસને અને જીવ બાળતું શહેર

શહેર મારૂ 'ભાવનગર” અને ભમે અહી સૌ 'ભાનવગર',


શહેરમાં તો ખાટલા કરતાં દર્દી ઝાઝા માન,

તો અહી પણ ડાઘુ કરતાં ચિતાઓ ઝાઝી માન


સ્મશાને લાઈટનો થાંભલો ને ફરતે ઊભા લોક,

એવામાં પણ સાથી કૂતરાએ મૂકી કળજક પોક,


ડાઘુ ફેંકે લાડુ લાકડસી તણા, અક્કર્મીને જનમ ભૂખ્યો જાણ,

બેસણા – ઉઠમણા કે કાણ-મોકાણ સન્ધુય અહીં જાણ,


સાથી કૂતરું જોતું નભમાં ને વદે છે કરમની વાત,

કહે યાર, સ્મશાને વૈરાગી થઈ ને આવેલા છે કમજાત,


અમને હવે અમારૂ કૂતરાપણું ચારેકોરથી ડંખે,

અમે તે કેવી જાત જે હાઝત સાટું થાંભલો ઝંખે,


શૈશવ કેરા દિવસો મારા કરી અહીં યાદ,

માલિક મૂંગો સૂતો તો, કરું અહી ક્યાં ફરિયાદ


સહનશક્તિ મારી હવે ધીંગણાઓ કરતી,

અંદર રોકી બેઠા છીએ 

;પૂનમ કેરી ભરતી,


અમને થાય કે સાલુ આ માણસ કેવી જાત ?

એવા નફ્ફટ ઊભો અહી જાણે બની ન કોઈ વાત,


બહાર હસતો માણસ, અહી ખોટે-ખોટું રડતો'તો,

તેમાં કોઈક પાછો મોતના ખોફમાં લથ્થડતો'તો,


મારી અમીરીની રહી છે બેમિસાલ મીઠી યાદ

લાગણીના દુકાળમાં કોણ કોને કરે ફરિયાદ,

અમને અહી હવે થાય કે આ માણસ કેવી જાત ?

એવો થઈ ગ્યો જાણે અહી બની ન કોઈ વાત,


અમારી આખીયે જાત સહીસલામત ગલીઓમાં ફરતી'તી,

માણસ જાત ગાડીએ જકડાઈ ગલીઓમાં રખ્ખડતી'તી,


લાલ, લીલા, કેશરી, વાદળી, ઝંડે મોત કારોનાએ, શું ફરક્યુ'?,

શાંતિ નામે લાલ કબૂતર અહીં જન-માણસ માથે ચરક્યું',


મને થઈ ગ્યું કે માળૂ આ તો નરી લોહી પાડતી જાત,

એની સામે મૂતરું એમાં નથી શરમની વાત,


ડઘાયો શાને બને વિચારી મે ઊંચો કર્યો પગ,

માણસ સામે શીદ સંકોરું શરમ નામની શગ ?


માણસ ચેપે, માણસને અને જીવ બાળતું શહેર

શહેર મારૂ 'ભાવનગર” અને ભમે અહી સૌ 'ભાનવગર'.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy