Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetshri Keyur

Romance Tragedy

3  

Hetshri Keyur

Romance Tragedy

આ કળયુગ છે બહેન

આ કળયુગ છે બહેન

1 min
279


આ કળયુગ છે બહેન, આ કળયુગ છે

અહી હૃદય રમકડાં સમાન છે બહેન આ કળયુગ છે,


લાગણીને નામે માણસનો ઉપયોગ થાય છે

બહેન આ કળયુગ છે,


સાચો પ્રેમ સસ્તો થઈ એની મજાક બનાવાય છે

બહેન આ કળયુગ છે,


પતિ પત્નીનાં સંબંધનાં નામે છળ થાય છે

બહેન આ કળયુગ છે,

 

જિંદગીથી રમનાર આરામથી ફરે છે

બહેન આ કળયુગ છે,


થાય એ કરી લે મે તને મૂકી દીધી

આવી લુખી ભાષા મોઢે કહી જાય છે

બહેન આ કળયુગ છે,


મે તને ક્યારે પણ સાચો પ્રેમ કર્યો નથી

આવું વર્ષો બાદ કહી મૂકી ચાલ્યું જાય છે

બહેન આ કળયુગ છે,


માતા પિતાનાં સંસ્કાર ભૂલી

જીવતા જીવત મારી જાય છે

બહેન આ કળયુગ છે,


સાથ ગમે એટલો તું દેશે ખરાબ સમયમાં

બધુજ ભૂલી મૂકી ને માણસ ચાલ્યું જાય છે

બહેન આ કળયુગ છે,


સાચા પ્રેમનો જમાનો નથી

સાચા પ્રેમ ને નામે ચાલ ચલાય છે

બહેન આ કળયુગ છે,


તારું ચારિત્ર્ય ઉછાળી તને મૂકી

માણસ ચાલ્યું જાય છે

બહેન આ કળયુગ છે,


પોતાની દીકરી બહેન સુરક્ષિત રહે એવું ઈચ્છે

એજ તારી જિંદગીથી રમી જાય છે

બહેન આ કળયુગ છે,


તે જેના વડીલ ને માં બાપ માન્યા એજ

તારા વડીલને જેમ ફાવે એમ કહી

માણસ ચાલ્યું જાય છે બહેન આ કળયુગ છે.


Rate this content
Log in