STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Tragedy

3  

રોનક જોષી 'રાહગીર'

Tragedy

સ્વછતા વિશે સમજવવા નીકળ્યા

સ્વછતા વિશે સમજવવા નીકળ્યા

1 min
226

સ્વછતા લાવવા નીકળ્યા અમે તો સ્વછતા વિશે સમજાવવા નીકળ્યા,

ઠેર ઠેર રેલીઓ યોજી સભાઓ કરી સ્વછતા લાવવા નીકળ્યા.


રેલીઓ-સભાઓ પતાવી નાસ્તા પાણીના કપ ડિશો ત્યાં જ મૂકી નીકળ્યા,

અમે તો સ્વછતા વિશે સમજાવવા નીકળ્યા.


ગામની શેરીઓ રસ્તા સાફ કરતા ફોટા પડાવી નીકળ્યા,

અમે તો સ્વછતા વિશે સમજાવવા નીકળ્યા.


નદી-કેનાલ સ્વચ્છ કરવા ગયાને ફૂલહાર અને ઘરનો કચરો ત્યાં છોડીને નીકળ્યા,

અમે તો સ્વછતા વિશે સમજાવવા નીકળ્યા.


જ્યાં ત્યાં સ્વછતાના સ્લોગન લગાવી મોબાઈલમાં મેસેજ ફરતા કરી નીકળ્યા,

અમે તો સ્વછતા વિશે સમજાવવા નીકળ્યા.


મોઢામાં માવો ભરી કાગળ રસ્તા પર ફેંકી માવાની પિચકારી મારી નીકળ્યા,

અમે તો સ્વછતા વિશે સમજાવવા નીકળ્યા.


ઘરનો કચરો રસ્તા પર ને રસ્તાનો કચરો નદી કેનાલમાં નાંખી નીકળ્યા,

અમે તો સ્વછતા વિશે સમજાવવા નીકળ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy