STORYMIRROR

tirgar vijayaben

Fantasy

4  

tirgar vijayaben

Fantasy

મારું જ સ્વપ્ન...

મારું જ સ્વપ્ન...

1 min
350

એક સ્વપ્ન મેં પણ જોયું છે વ્હાલા!

જીવનના પથ પર તારી સાથે ચાલવાનું સ્વપ્ન..


ફૂલોના શહેરમાં અદ્દભુત દેખાતું

એક આલીશાન ઘરનું સ્વપ્ન..


નજીકમાં જ ઝાકળથી ભીની પગદંડીમાં

આપણાં સંવાદોને સંગ્રહી રાખવાનું સ્વપ્ન..


દરરોજ લાલ બનેલા સૂરજની સાક્ષીમાં,

જળથી ભરેલા તળાવના કિનારે સાંજ વિતાવવાનું સ્વપ્ન..


પ્રણયની એ આહ્લાદક પળોમાં

તારા ખભે માથુ મૂકીને પ્રેમમાં અભિભૂત થવાનું સ્વપ્ન..


કદાચ ક્યારેક રિસાય પણ જઉં તો

ત્યાંની દરેકેદરેક વસ્તુ મને મનાવવા આવે એવું સ્વપ્ન..


જ્યારે તું કામમાં વ્યસ્ત હોઇશને પ્રિયતમ!

ત્યારે ત્યાંની વેલને,વૃક્ષોને તારી ફરિયાદ કરવાનું સ્વપ્ન..


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy