STORYMIRROR

tirgar vijayaben

Romance

4  

tirgar vijayaben

Romance

હા... હું ખુશ છું.

હા... હું ખુશ છું.

1 min
562

બે પળની એ મુલાકાતમાં,

નહોતી ખબર...

આખી જિંદગી જીવી જવાશે..!


એની એ બોલકી આંખોમાં,

નહોતી ખબર

પળવારમાં ડૂબી જવાશે..!


શબ્દોની તો વાત શી કરવી,

નહોતી ખબર

એના મૌનને પણ સમજી જવાશે..!


હોઠ પરના એ આહલાદક સ્મિતમાં,

નહોતી ખબર

દુઃખના દરિયા છુપાવી જવાશે..!


સૌન્દર્યની અઢળક સંપત્તિ વચ્ચે,

નહોતી ખબર

નાજુક દિલ દઈ ફકીર બની જવાશે..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance