મન
મન
'આજે ખુશી, કાલે ગમ, કોને ખબર આ ક્યાં ફરે આ 'મન',
ઝંખના ઝાઝી, સપના સેવે, કોને ખબર ક્યાં ભેરવે આ 'મન'!
કંઠના મોતી ગોતી દઉં, કોને ખબર આ 'મન'ના મણકા ક્યાં ફરે!
સુખ-દુઃખ, સફળતા-નિષ્ફળતા, સારું-ખરાબ,
સરખામણીમાં સાંઠ થયા, સાંઠે બુદ્ધિ નાઠી,
'મન' તો હજી મારે વલખા, કોણ જાણે એને કેટલા અભરખા!
માળા કરું ને હરિ ભજું, મણકા સંગ 'મન' ફરે,
છોડી તન, દૂર જઈ ક્યાંક કોઈ ગગનમાં વિચરે,
પકડી લગામ ઘોડાની, કરી લઈએ કાબુ,
મનને થોડું પકડી લઈએ, કોને ખબર ક્યાં ફરે છે આઘું આઘું,
'મન'ની ખુશીઓનું જડે ક્યાં કોઈ મૂળ!
'મન' ખુશ તો તન ખુશ, બાકી જિંદગી આખી ધૂળ.'