STORYMIRROR

Bharati Vadera

Fantasy

4  

Bharati Vadera

Fantasy

ભૂલનો એકરાર

ભૂલનો એકરાર

1 min
481

હું તો સમજી'તી શ્યામ મને ભૂલી ગયો,

મારી એ ભૂલ હતી શ્યામ ભૂલ્યો ન્હોતો.


મારા બોલાવવાની રાહ એ તો જોતો હતો,

મારા દલડાનાં દ્વારે એ તો ઉભો હતો.


એને શોધ્યો મેં ગલી ગલી કુંજો મહીં,

મારા અંતરની કેડીઓમાં શોધ્યો ન્હોતો.


એ તો પકડદાવની રમત્યું રમતો હતો,

મને ભોળી જાણીને ખેલ કરતો હતો.


એ તો મોરલીમાં નામ મારું લેતો હતો,

મને રાસ રમવાને સાદ કરતો હતો.


હું તો સમજી ના શ્યામ શું કહેતો હતો?

ખોલ હૈયાનાં કમાડ એમ કહેતો હતો.


મેં તો ખોલ્યાં જ્યાં કમાડ વ્હાલો ઉભો હતો,

એ તો મોરલી વગાડી મીઠું હસતો હતો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy