STORYMIRROR

Bharati Vadera

Drama

3  

Bharati Vadera

Drama

મેં પડકાર ઝીલી લીધો

મેં પડકાર ઝીલી લીધો

1 min
297


જીતવો છે જંગ મારે, 

લડવું છે તુજ સંગ મારે ,


વિધિ નાં લેખ તેં લખ્યા વિધાતા,

તુજ લેખ પર મેખ મારવી છે મારે. 


સાર્યા છે આંસુ આજ લગી નિર્બળ બની,

મુજ શક્તિ નાં પારખા કરવા છે મારે,


નથી ખપતી મને ઘેંટાની સો દિવસની જીંદગી,

બનીને સિંહ એક દિવસ મરવું છે મારે. 


નથી આજ ડર મુને કો કંટક કે જખમનો,

ટપકતા રુધિરથી કરવી છે અનેરી ભાત મારે,


ચલાવ ઓ વિધાતા! તું મુશ્કેલીઓનાં સહસ્ત્ર બાણ,

હવે તો ખેલ ખરાખરીનો આજ ખેલવો છે મારે. 


લીધી તેં કંઈક પરીક્ષા આજ લગી પરીક્ષક બની,

કરી કેસરિયા આજ પરીક્ષા દેવી છે મારે.


ગમ નથી મુને મોત આવે તુજ સંગ લડતા લડતા,

થઇને શહીદ તુજ દરબારમાં આવવું છે મારે. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama