STORYMIRROR

Bharati Vadera

Tragedy

3  

Bharati Vadera

Tragedy

સમજાય ના

સમજાય ના

1 min
198

કર્યાં ખૂબ પ્રયત્નો પણ મનડું મારું માને ના

તારા વિના કેમ જીવવું એજ મુને સમજાય ના,

બાંધી'તી આપણે તો પ્રીતની મજબૂત ગાંઠ

કેમ વછૂટયા છેડા વાલમ એજ મુને સમજાય ના,


આપણે તો બેઉ હતાં સારસ સારસીની જોડ

ક્યારેય એક પળની દૂરી આપણાંથી સહેવાય ના,

આજે ઊભા છીએ એકદમ એકબીજાની સામે

ચાહવા છતાંય એક પણ ડગલું આગળ વધાય ના,


ઊભી થઈ ગઈ જોને આપણી વચ્ચે કેવી દિવાલ

કે હું અને તું માંથી હવે કદિ આપણે થવાય ના,

ચીરે છે મારા અંતરને આ વેદનાનાં અસહ્ય શૂળ

 દૂઝતા આ વ્રણની વ્યથા હવે કેમે કરી સહેવાય ના.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy