STORYMIRROR

Bharati Vadera

Inspirational

4  

Bharati Vadera

Inspirational

સમય

સમય

1 min
415

     


સમયને બાંધવાની શેખી તું કરીશ ના,

રેત સમ સરી જશે બેધ્યાન તું રહીશ ના.


સમય કદી કોઈનો એકસરખો જતો નથી,

ક્યારે એની બાજી પલટે ખબર કંઈ પડતી નથી.


ચાલ એની અટપટી છે સમજીને તું ચાલજે,

ક્ષણ ક્ષણ છે મહામૂલી હિસાબ એનો રાખજે.


સમય સાથે મિલાવે કદમ બેડો એનો પાર છે,

સફળતા ચુમે કદમ, ચારેકોર જયકાર છે.


વિતેલો સમય ભલે કદી પાછો ફરતો નથી,

વહેતો રહે છે એ નિરંતર, ગતિ એની રુકતી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational