STORYMIRROR

Bharati Vadera

Romance

4  

Bharati Vadera

Romance

મારા સાજણની વાત

મારા સાજણની વાત

1 min
245

શું કરું મારા સાજણની વાત સખી રી ! 

તને શું કરું મારા સાજણની વાત.

સાવ ભલો ને ભોળો ને મારા પ્રેમમાં ઘેલો,

વાયરે વહેતી અમારા પ્રેમની રે વાત.

સખી રી ! શું કરું મારા સાજણની વાત...


ઘુઘવતો આંખ્યુંમાં એની પ્રેમનો દરિયો,

ગળાડૂબ હું એ એનાં પ્રેમમાં દિનરાત. 

બજતી રે મારે રોમ રોમ શરણાઈ,

એની હૂંફમાં ઓગળતી મારી જાત.

સખી રી ! શું કરું મારા સાજણની વાત...


શમણાંને મારાં ખુદની આંખોમાં આંજી,

દેતો હાથ ઝાલી સદા મારો સાથ.

પૂરવા એ સપ્તપદીનાં સાત વચન,

કરતો આકાશ-પાતાળ એકસાથ.

સખી રી ! શું કરું મારા સાજણની વાત…


સાંજે પિસાતો આવે મુંબઈની લોકલમાં

હોય ચોળાયેલા શર્ટ જેવો એનો અવતાર.

ત્યારે ભીડી દઉં એને હું પ્રેમથી બથમાં,

ને મ્હોરી ઊઠું હું જાણે પારિજાત.

સખી રી ! શું કરું મારા સાજણની વાત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance