STORYMIRROR

Arjun Gadhiya

Fantasy

4  

Arjun Gadhiya

Fantasy

આદ્યશક્તિ પ્રાર્થના

આદ્યશક્તિ પ્રાર્થના

1 min
287

(છંદ : વસંતતિલકા)


છે ચંડિકા રણ મહીં અસુરો વિનાશી,

હાથ ત્રિશૂળ તલવાર સિંહે સવારી,

જેનાં કરે સ્મરણ સૌ નર ને ઇ નારી,

વંદો સદા જગતની જનની ભવાની...


કષ્ટો તું દૂર કરતી સુખ શાંતિકારી,

લેજે સદા ભગવતી શરણે તું માડી,

દેવી વળી તું શિવ સંગ બિરાજનારી,

વંદો સદા જગતની જનની ભવાની…


દેવો સદા સ્તુતિ કરે નમતાં ભવાની,

રે માવડી ત્રિભુવને તું સદા પુજાતી,

બ્રહ્માંડમાં તુજ કૃપા જ મને સહારી,

વંદો સદા જગતની જનની ભવાની…


માં સાંભળો અરજ રે તુજ બાળ જાણી,

લેજે તું માત શરણે મુજને ભવાની,

રે નામ 'અર્જુન' જપે ભજતાં ભવાની,

વંદો સદા જગતની જનની ભવાની…


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy