STORYMIRROR

ચૈતન્ય જોષી

Fantasy Inspirational

4  

ચૈતન્ય જોષી

Fantasy Inspirational

શરણાગત

શરણાગત

1 min
342

શરણ તારું સ્વીકારીને હરિ હું આવી તારે દ્વાર. 

ભાવ ભરપૂર પ્રગટાવીને હરિ હું આવી તારે દ્વાર. 


નથી કર્યા હિસાબ મેં માળાના કે મણકાના કદી,

મુજ અંતરને ઊભરાવીને હરિ હું આવી તારે દ્વાર. 


નથી જાણતી વેદશાસ્ત્ર કે ના અવર ઉપાયને,

વિયોગે નૈનને છલકાવીને હરિ હું આવી તારે દ્વાર. 


એકાશ્રય હરિવર મારે દ્રઢ ભરોસો રાખી બેઠી હું, 

ઊઠતા અહમને દફનાવીને હરિ હું આવી તારે દ્વાર. 


સર્વ સમર્પણની રહી ભાવના સમર્પિત છું તુજને,

આવકારની આશ લાવીને હરિ હું આવી તારે દ્વાર. 


પ્રેમસાધ્ય પરમેશ તું લઈ તુલા કર્મને નવ તોલજે,

દ્વૈત સ્વભાવગત મિટાવીને હરિ હું આવી તારે દ્વાર. 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy