STORYMIRROR

Disha Patel

Drama Fantasy

4  

Disha Patel

Drama Fantasy

આજ રસ્તામાં મને ચાંદ મળ્યો'તો

આજ રસ્તામાં મને ચાંદ મળ્યો'તો

1 min
409

આજ રસ્તામાં મને ચાંદ મળ્યો'તો,

ઓલો સૂરજના અજવાળે ને પૃથ્વીના પછવાડે નથી હોતો..


હા..,બસ એ જ,હા.. એ જ 

રસ્તામાં મને ચાંદ મળ્યો'તો,


મે સાંભળ્યું 'તું કે ચાંદ ચાંદ હોય છે..

પણ'તોય એમાં ડાઘ હોય છે,


પણ સાચું કવ?? મે'તો ખાલી ચાંદ જોયો'તો !!

મારી ખૂબીઓ જોવાની આદત છે,

ખામીઓ નય ..

આજ રસ્તામાં મને ચાંદ મળ્યો'તો !


ઓલો સૂરજના અંજવાળે ને પૃથ્વીના પછવાડે નથી હોતો..

હા..,બસ એ જ,હા.. એ જ 

આજ રસ્તામાં મને ચાંદ મળ્યો'તો..


આજ પૂરો હતો ને'તોય અધૂરો હતો એ 

બીજુ કય નય બસ ઓછિપો એને ચાંદનીનો હતો!!..

આજ રસ્તામાં મને ચાંદ મળ્યો'તો....!


Rate this content
Log in

Similar gujarati poem from Drama