જય ગણેશ
જય ગણેશ
ગણપતિ દેવા, અષ્ટવિનાયક મંગલ મૂર્તિ દેવ,
વિઘ્ન અમારા ટાળો ગજાનન,રહે તારી મહેર.
તુજ દર્શનથી ધન્ય છે ભક્તો, નૈવૈદ્ય તુજને ધરાવે,
પ્રસાદ તારો પ્રિય છે મોદક, લાડુ તુજને ભાવે.
સજાવી મંડપ, ભક્તો તારી મુરત સ્થાપિત કરતા,
આરતી, પૂજા નિશદિન કરીને, ભક્તો તને રીજવતા.
મંગલ વાતાવરણની છાયા, પવિત્ર ભાવ જગાવે,
સેવા ભાવથી, તલ્લીન બનીને, તારા ગુણલા ગાયે.
નિકટ આવે તારી વિદાય ને, અશ્રુ આંખે છલકાય,
વિસર્જનની આ ઘડીએ, માનવ મહેરામણ ઉભરાય.
ગણપતિ દાદા, મહેર કરજો, આવજો જલ્દી જલ્દી,
રાહ તાકીશું આવતા વર્ષે, સેવા કરશું દિલથી.
