Ankur Gamit "બંધુ"

Fantasy

5.0  

Ankur Gamit "બંધુ"

Fantasy

હું વાસ્તવમાં કાંઈ નથી.!

હું વાસ્તવમાં કાંઈ નથી.!

1 min
678


હું વાસ્તવમાં કાંઈ નથી;

ઝળહળતા સૂરજનું કિરણ છે..!

એ તો ગમે છે તને ચાંદની

એટલે, ચાંદની પહેલાની ઢળતી સાંજ બની વેરાયા કરું છું.!!


હું વાસ્તવમાં કાંઈ નથી;

માત્ર લીલું સૂકું પાન છું..!

એ તો ગમે છે તને વસંત 

એટલે, વસંત પહેલાની પાનખર બની ખર્યા કરું છું.!!


હું વાસ્તવમાં કાંઈ નથી;

છલકતા સમંદરનું ટીપું છું..!

એ તો ગમે છે તને અમી છાંટણા,

એટલે,ધગધગતા તાપમાં પણ ઉડ્યા કરું છું.!!


હું વાસ્તવમાં બીજું કાંઈ નથી...!!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy