દુઃખ
દુઃખ
જીવનનાં રમખાણોમાં ફસાયેલો છું;
હું દુનિયાની ચિંતામાં ડૂબી જાઉં છું..!
ચિંતા એ જીવનમાં ચિતા થઈ ;
દુઃખની દિવીને સળગાવી જાય છે...!
ને કલમ બની જીવનના કાગળ પર,
ઘણી અજાણી વાતો ચીતરી જાય છે..!
સોનેરી સપનાનો મહેલ વેદનાની મૈત્રીમાં
ભળી પલભરમાં તૂટી જાય છે..!
ત્યારે ગોખલું બનેલું મારા મુખ
હૃદયની વેદનાને આંખોમાં છલકાવી દે છે..!
તોય આશા છે મુજને;
આ દુઃખના અંધકારમાં;
મારા પ્રભુ સુખનો સૂરજ ઊગાડશે જરૂર..!
