STORYMIRROR

Ankur Gamit

Tragedy Thriller

4  

Ankur Gamit

Tragedy Thriller

રહેવું નથી..!

રહેવું નથી..!

1 min
452

હવે ઘણું વિચારવું નથી..

ને જૂની યાદોને વાગોળવી નથી !


કહી હૃદયની વાતોને હવે આંખોને રોવડાવવું નથી..

ને ખરતા પાનને જોઈ વસંતની મોજને ગુમાવવી નથી !


હૈયે વસેલી બારીઓ ભલે ઝઘડયા કરે..

તોય હવે મદ મસ્ત પવનની લહેરોને આવતી રોકવી નથી !


અધૂરા રહેલા મધુરા ગીતો હવે ગાવા નથી..

ને ખીલેલા ઉપવનમાં કોયલના ટહુકાની મીઠાશને ઓગાળવી નથી !


તુજ પર કરેલા વિશ્વાસને ગ્રહણ લાગ્યું..

તોય એ લાગેલા ગ્રહણનાં અંધકારમાં હવે ઝાઝું રહેવું નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy