STORYMIRROR

Nana Mohammedamin

Tragedy Inspirational Others

4  

Nana Mohammedamin

Tragedy Inspirational Others

સમય નથી

સમય નથી

1 min
262

દરેક ખુશી છે અહીં લોકો પાસે, પણ હસવા માટે સમય નથી,

દિવસ - રાત દોડતી દુનિયામાં, જિંદગી માટે સમય નથી,


મા ના હાલરડાનો છે અહેસાસ, પણ મા માટે સમય નથી,

બધા સંબંધો તો મરી ગયા જાણે, પણ તેમને દફનાવવાનો સમય નથી,


બધા નામો છે મોબાઈલમાં, પણ મિત્રતા માટે સમય નથી,

પારકાઓની તો શું કરવી વાત, પોતાનાઓ માટે સમય નથી,


આંખમાં છે ઊંઘ ઘણીયે, પણ સૂવા માટે સમય નથી,

દિલ છે ગમોથી ભરપૂર, પણ રોવા માટે સમય નથી,


પૈસાની દોડમાં એવા દોડ્યા કે, થાકવા માટેનો પણ સમય નથી,

પારકા અહેસાસની શું કદર કરીએ, જ્યાં પોતાના સપના માટે જ સમય નથી,


તું જ કહે 'નાના'ને અરે, શું થશે આ જિંદગીનું?

દરેક પળે મરવાવાળને, જીવવા માટે સમય નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy