જિંદગી
જિંદગી
ખુશ રહેવાનો કે રાખવાનો, ગમે તેટલો પ્રયત્ન કરું,
બની જાય છે કૈક તો અણગમતું, કા તારું કા મારુ,
રાખું હું, ગમે તેટલું વ્યસ્ત, દિલ અને દિમાગ ને મારું,
ખોરવી જ નાખે છે સંતુલન તું, કા મારું કા તારું,
ભલે ગમે એટલી તૈયારી, ગણિત ગણવાની હું કરું,
અંતે તો પ્રમેય, સાબિત નથી જ થતું, કા તારું કા મારુ,
કેનવાસ પર તારા, કોશિષોથી, ચિત્ર હું સુંદર જ દોરું,
રંગ એમાં ધાર્યો, પૂરી નથી શકતું મન, કા મારું કા તારું,
જાણું છું તને આદત નથી સીધું ચાલવાની, હું શુ કરું?,
વળાંકો તારા, ધ્યેય બદલી જ નાખે છે, કા તારું કા મારુ,
માનું છું તે કદી નથી કીધું, માનીશ તું કહ્યું કંઈપણ મારુ,
જગાવી આશા તે, હવે મન ઊઠી ગયું છે કા મારુ કા તારું
તને સમજી નથી શકતું, 'નિપુર્ણ' દિલ આ નાદાન મારું,
પકડવું કે છોડવું નક્કી નથી થતું કઈ, કા મારું કા તારું.
