STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

પગલાં

પગલાં

1 min
235

દિલમાં તમારી યાદોના પગલાં રહી ગયા છે,

કોણ કહે કે અમે અહીં એકલાં રહી ગયા છે !


ઈચ્છાની એ વાત હતી નિભાવવાની સંબંધને,

કહેવાથી જગતમાં સાથે કેટલાં રહી ગયા છે !


એ તરફના રસ્તાઓ પૂછી રહ્યાં છે મને હસીને,

થનગનતા હતા જે ક્યાં એ ડગલાં રહી ગયા છે !


સમાધાન કરવા મથું છું કિંતુ સફળ કેમ થવાય,

વણઉકેલ્યા બે ચાર હવે મસલા રહી ગયા છે !


પૂર્ણ થતી નથી અપેક્ષા કદી રાખે તું જે 'ઉમંગ',

જીવનમાં બાકી ઓરતા કેટલાય રહી ગયા છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy