STORYMIRROR

Kalpesh Patel

Romance Tragedy

4  

Kalpesh Patel

Romance Tragedy

મેળામાં

મેળામાં

1 min
652

જિંદગીના મેળામાં જ્યારે હૃદયની લાગણીઓ પોતાની ગણેલી વ્યક્તિને રજૂ કરવા અસમર્થ રહેલા લોકો, જીવન સાગરની સફરમાં તેમની નાવડીના સઢ ફરતા જોઈ રહ્યા સિવાય કોઈ આરો નથી રહેતો ત્યારે..

***

હતો મેળામાં, પણ મેળ પાડી ન શક્યો.

તમે 'વેંત' જ દૂર હતાં, પણ 'વેત' કરી ન શક્યો.


મારું જ 'હૈયુ' ને, 'હા'ય' કહી ન શકયો,

'ખલક'ની આ 'અલખ'ને સમજી ન શક્યો.


'ઘૂંટી' રાખેલી વાત 'રટી' ન શક્યો,

આ 'આપ' હતો કે 'શાપ' તે સમજી ન શક્યો.


'અગન' કેરા ચિત્તનું 'કથન' કરી ન શક્યો,

હતો યમુના 'નીરે' , 'તીરે' વીંધી ન શક્યો,


હૃદયે ઊઠેલા 'દાવ' ની 'રાવ' કરી ન શક્યો,

થયો'તો 'ખાક', પણ 'કાંક' બની ન શક્યો.


 હતો મેળામાં, પણ મેળ પાડી ન શક્યો.

તમે 'વેંત' જ દૂર હતા, પણ 'વેત' કરી ન શક્યો.

***

શબ્દ સૂચિ :-

"॰" લગ્ન મેળો -માનવ મહેરામણ,

ખલક - જગત, અલખ – મોઘેરી સંપત્તિ - ઘરેણું આપ - (પાણી) સ્નેહના આંસુ, શાપ- બદદુઆ, દાવ - આગ, વ્યથા, રાવ - વ્યક્ત, ફરિયાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance