વાત એટલી
વાત એટલી
વાત એટલી જ બસ તારી ને મારી હતી,
હતો સંબંધ દિલનો છતાંય લાચારી હતી,
લાગણીનો તંતુ બંધાયો તો છોડી ના શક્યો,
કે નજર તો મેં માત્ર તમારા ઉપર ઠારી હતી,
વ્યસ્ત રહું છું આજ દિન સુધી હું એ રીતે,
કે દૂર દૂર સુધી પણ ક્યાં હવે બેકારી હતી !
જવું હતું પેલે પાર તરીને આ ભવસાગર,
કે આટલી જ વાત મેં પ્રેમમાં વિચારી હતી !
અભાવ તો આજે પણ છે એ જાણે છે તું,
અસાધ્ય રહેતી હવે એ મારી બીમારી હતી !
વીંધાયું હૃદય છતાં અશ્રુ આંખે ના આવ્યા,
કેટલી કોમળ કિન્તુ ધારદાર એ કટારી હતી !
દરવાજા સઘળા બંધ થયાં હશે તમારા કિંતુ,
હંમેશા ખુલ્લી રહેતી મારાં ઘરની બારી હતી !
કોશિશ કરી તોય સફળ થવાયું ના 'ઉમંગ',
એથી હવે લાગે છે એકલતા જ સારી હતી !
