STORYMIRROR

Dilip Ghaswala

Tragedy

4  

Dilip Ghaswala

Tragedy

જનારની યાદ રહી ગઈ..

જનારની યાદ રહી ગઈ..

1 min
246

જનાર તો ચાલ્યા ગયા ને યાદ બાકી રહી ગઈ,

કાઈ ના બોલી શક્યા ફરિયાદ બાકી રહી ગઈ.


હું તો સમજતો નામ જેવી બારમાસી વસંત છે,

અણસાર ના આવ્યો જરા નજદીક એનો અંત છે.


નર પિશાચી કોરોના ને લાજ પણ આવી નહીં,

જ્યાં વિત્યુ જીવન એ ઘરમાં લાશ પણ આવી નહીં.


ઝંખના અંતિમ દર્શનની અધૂરી રહી ગઈ,

દાદા ગયા એ વાત જાણી આંખોમાંથી સરિતા વહી ગઈ.


દાદા ને જોયા વિના લોકો પણ મજબૂર થઈ ગયા,

ઇલ્કાબ સઘળા ઘર મહી જાણે બેનુર થઈ ગયા.


જેટલું જીવ્યા છે દાદા એટલું શાનથી જીવી ગયા,

દાદ નહીં, ફરિયાદ નહીં, ને હોઠ સીવી ગયા.


જિંદગી છે એટલે તો મોત પણ નિશ્ચિત છે,

સઘળું જાણે માનવી પણ મોતથી વંચિત છે.


હે પ્રભુ દાદા ને મારા તારા ચરણે રાખજે,

દ્વાર તારા ખોલજે અને તારે શરણે રાખજે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy