નફરત
નફરત
તું તો જાણીજોઈને પ્રેમની રમત રમતો રહ્યો,
પણ અજાણતાં તારાં પ્રેમમાં પડવું મને યાદ છે.
તારા માટે તો ફક્ત લાગણીઓનો ખેલ હતો છતાં,
મારું પાગલોની જેમ તારામાં ડૂબવું મને યાદ છે.
તું તો હંમેશાં તારી જિંદગીમાં વ્યસ્ત રહ્યો ત્યારે,
તારાં માટે કાઢેલો મારો સમય મને યાદ છે.
જરૂર પડ્યે હંમેશા બે વેંત દૂર રહેતો ત્યારે,
આ મનને મનાવનારા કિસ્સા મને યાદ છે.
અંતિમ શ્વાસ સુધી સાથ નિભાવીશ,
એવાં તારાં મિથ્યા વચનો મને યાદ છે.
યાદો તો અઢળક છે તારી, પણ અફસોસ...
આજે 'તું' ને તારી 'યાદો' પ્રત્યે "નફરત" અપાર છે.

