STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

દુનિયાની અપેક્ષા

દુનિયાની અપેક્ષા

1 min
284

આ દુનિયાથી મેં કદીય અપેક્ષા કરી નથી,

એટલે જ તો હવે તારી પ્રતીક્ષા કરી નથી !


ખુદાને હાથે કિસ્મત લખાઈ છે તેથી હવે,

સારી છે કે ખરાબ; કદી સમીક્ષા કરી નથી !


સંબંધમાં આ દુઃખ મને તડપાવશે કાયમ,

તમે કરી એટલી મેં કદી પરીક્ષા કરી નથી !


તમે આવો મળવા ને હું મળું નહીં તમને,

યાદ રાખજો એવી ટૂંકી મેં કક્ષા કરી નથી !


સંઘરીને હૃદયને ખૂણે રાખી છે મેં સજાવી,

તમારી યાદોથી વધુ કશાની રક્ષા કરી નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy