STORYMIRROR

Ankur Gamit

Others

3  

Ankur Gamit

Others

ન જાણે કેમ ?

ન જાણે કેમ ?

1 min
537

ચાલતા ચાલતામાં ન જાણે કેમ હું દોડી ગયો,

ને જિંદગીની દોડમાં જાણે હું જિંદગી ભૂલી ગયો !


જીવનની ભાગમદોડમાં અગ્રીમ રહેવામાં,

હું અહીં એક મુસાફર છું,

ન જાણે કેમ એ હું વિસરી ગયો !


સંઘર્ષોના મારગે દોડતા દોડતા,

બાળપણની પાપા પગલીની,

ધીમી ચાલને ન જાણે કેમ એ હું વિસરી ગયો !


ખોબો ભરીને હું રડતો,

ને મન ભરીને હસતો'તો,

ન જાણે કેમ એ હું વિસરી ગયો !


ને જગતના એક રંગમાં રંગાઈને,

મેઘધનુષના સાત રંગો હોય,

ન જાણે કેમ એ હું વિસરી ગયો.


Rate this content
Log in