STORYMIRROR

Ankur Gamit

Romance

4  

Ankur Gamit

Romance

શું ફેર પડે છે !

શું ફેર પડે છે !

1 min
732

વિશ્વમાં આવ્યો છું તો સંસારમાં સમાઈ જવું છે,

પછી ભલે હોય સુખનું ઝરણું કે દુઃખનો સાગર..

તોય શું ફેર પડે છે....!


મારે તો સાચવવા છે સંબંધોને

પછી ભલે હોય ઘોંઘાટ કે નિરાંત..

તોય શું ફેર પડે છે....!


મારે તો તુજના સ્નેહના તાંતણામાં સમાઈ જવું છે,

પછી ભલે હોય હરખનો અજવાસ જે દરદની કડવાશ..

તોય શું ફેર પડે છે....!


મારે તો ચાલવું છે તારી સંગાથ,

પછી ભલે હોય સૂરજનો ચકચકાહત કે આગિયાની ટિમટિમાહટ..

તોય શું ફેર પડે છે....!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance