ગમે છે !
ગમે છે !
ચાહે છે તું મને,પણ કો'ક દિ' તે એ કહ્યું નહીં;
લખ્યું'તું મારું નામ ઘણી અજાણી ભીંતો પર, પણ મને કદી તે દેખાડ્યું નહિ..!!
રાખ્યાં છે મારા સ્મરણોને, તારા હૃદયના છબી ઘરમાં;
ને ચંચળ યાદોથી ઊર્મિઓનું આસમાન ભર્યું છે;
તેથી જ તો તારી લાગણીઓનો ઊંડો સાગર મને ગમે..!!
મારા દિલના જખ્મો તારી આંખોએ આસું બનીને વહી રહ્યા'તાં;
તોય ભીના ભીના હાસ્યોમાં મને ભુલાવી, તે એ દરદ મને પરખાવ્યું નહિ..!
તેથી જ તો મારી લાડકી
સદા તારા સ્નેહનું મને સગપણ ગમે..!

