શબ્દોની ગમ્મત
શબ્દોની ગમ્મત
1 min
474
૧) પુરમાં આવ્યું પૂર ..!!
પુર: શહેર,નગર
પૂર: રેલ, જોશબંધ આવતું પાણી.
૨) ચીર કરે ન જીવન ચિર ..!!
ચીર: રેશમી વસ્ત્ર
ચિર: લાંબું
૩) દ્વીપમાં દેખાયા ઘણાં દ્વિપ..!!
દ્વીપ: ટાપુ
દ્વિપ: હાથી
૪) સંસ્કારી સુત બને સૂત..!!
સુત: પુત્ર
સૂત: સારથી
૫) કુલના પ્રીતનો કૂલ દેખાય..?
કુલ: કુટુંબ
કૂલ: કિનારો
૬) નગમાં મળ્યો નંગ..!!
નગ: પહાડ,પર્વત
નંગ: પહેલ પડેલો હીરો
૭) પ્રમદ કરવામાં પ્રમાદ કેમ કરવી..?
પ્રમદ: આનંદ
પ્રમાદ: આળસ
