ભિક્ષુક
ભિક્ષુક
જીંદગી આમ કાંઇ સાવ સહેલ નથી,
રહેવાને મારે કોઈ મહેલ નથી,
નથી મારું કોઈ સરનામું કે ઠેકાણું,
પડી જયાં રાત ત્યાં ઢાળ્યું બીછાણું.
સપનામાંય નથી જોયું ભરપેટ ખાણું,
ક્યારેક હુંં ભૂખ્યો તો ક્યારેક એકટાણુુંં,
દર્દ એવુ એકેય નથી જે મેં સહેલ નથી,
છતાં મારી વેદના મેં કોઈને કહેલ નથી.
જિંદગી જીવવા જેવી આમ તો રહેલ નથી,
છતાં મરવાનો વિચાર કદી કરેલ નથી,
જીંદગી આમ કાંઇ સાવ સહેલ નથી,
રહેવાને મારે કોઈ મહેલ નથી.
