STORYMIRROR

Mahendra Rathod

Others Tragedy

4  

Mahendra Rathod

Others Tragedy

મારી માનસી

મારી માનસી

1 min
334


મારા આંગણાનું પારેવું આજ કેમ ઉડી ગયું ?

કેમ રે જાણે મારા જીવનમાં આ શું થઈ ગયું ?


તારી નાની પગલીઓ મુજ છાતી પર રમતી,

તારી મિઠુંડી વાતો મારા હૈયા સમીપ ભમતી,

મારા હૈયાના ધબકારને ઓચિંતું શું થઈ ગયું,

મારા આંગણાનું પારેવું આજ કેમ ઉડી ગયું ?


રોજ પહેલું જોઈને મુખલડું થાતી સવાર મારી,

ખુલશે આંખડી હવે તોય જિંદગી આખી ખારી,

મારા વ્હાલના દરિયામાં તોફાન શાને થઈ ગયું,

મારા આંગણાનું પારેવું આજ કેમ ઉડી ગયું ?


પગ પડે પરસાળ ત્યાં બારણે ઉભી દેખું તને,

તારા વીના આ જિંદગી કેવી નઠારી લાગે મને,

મારા હાથથી ગુથેલા આ હારલાને શુ થઈ ગયું,

મારા આંગણાનું પારેવું આજ કેમ ઉડી ગયું ?


તારા કરે દીધેલા કોળિયા કોણ હવે દેશે મને,

ભૂખી પથારીમાં તું સુવે કોણ હવે જોશે તને,

મારા ખોળે પોઢેલી માનસીને આ શું થઈ ગયું,

મારા આંગણાનું પારેવું આજ કેમ ઉડી ગયું ?


મારા આંગણાનું પારેવું આજ કેમ ઉડી ગયું ?

કેમ રે જાણે મારા જીવનમાં આ શું થઈ ગયું ?


Rate this content
Log in