ઈસુ છે મુજ માળી
ઈસુ છે મુજ માળી
1 min
333
રાત અંધારી કાળી, ઉજાસ તરફ વાળી,
તકલીફો બધી ખાળી, જિંદગી મારી ચાળી,
ઈસુ છે મુજ માળી, હું તો લીલીછમ ડાળી,
મલિનતા બધી બાળી, વ્યાધિઓ પણ ટાળી,
બાંધી પ્રીતની પાળી, જે પ્રતિદિન મેં ભાળી,
ઈસુ છે મુજ માળી, હું તો લીલીછમ ડાળી,
છે ઈસુ શક્તિશાળી, વાત એ ભરોસાવાળી,
જીવનબાગના તે માળી, પાડું હરખથી તાળી,
ઈસુ છે મુજ માળી, હું તો લીલીછમ ડાળી.
