તારી યાદમાં
તારી યાદમાં
હતું જે બધું તારી પાછળ વેરીને બેઠો છું,
હું મારી જાતને મારાથી છેતરીને હું બેઠો છું.
ફૂલ તણો મધુરસ શોધવાને ડાળી મહીથી,
મધમાખી સંગે હું મધપૂડામાં જઈને હું બેઠો છું.
જલાવી રાખ કર્યો તોય તને શોધતો રહ્યો,
શીતળ વા સમજી આગમાં જઇને હું બેઠો છું.
સાચવેલી યાદોને એમજ વિખેરી નાખી તે,
હતી એક મૂડી તારી યાદ તે ખોઈને હું બેઠો છું.
કરવાને એકઠી તારી લાગણીની પાંદડીઓ,
ખરીને ડાળીએથી પાનખરમાં રોઈને હું બેઠો છું

