STORYMIRROR

Dr.Sarita Tank

Fantasy

3  

Dr.Sarita Tank

Fantasy

હોવું જોઈએ

હોવું જોઈએ

1 min
18

હો ના હો ક્યાંક મજધારે,

સુમન હોવું જોઈએ.

વાદળને પણ વરસાદનું,

વળગણ હોવું જોઈએ.


દીપક ને ખુદ પ્રકાશનું,

દર્પણ હોવું જોઈએ.

નૃત્ય અને સંગીતનું જાણે,

નર્તન હોવું જોઈએ.


સુખમાં હસતા નયનને,

વર્ષણ હોવું જોઈએ.

સાગરના વિશાળ જળને,

ધીમુ કંપન હોવું જોઈએ.


પ્રારબ્ધ અને પુરુષાર્થનું સદા

મિલન હોવું જોઈએ.

ધરતી આકાશથી પર કોઈ,

નગર હોવું જોઈએ.


ક્ષમતાઓ પામી પામર થવા,

જીગર હોવું જોઈએ.

અંતે કલમની મૂંગી ભાષાને પણ,

કોઈ મધુર સ્પંદન હોવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy