STORYMIRROR

Dr.Sarita Tank

Fantasy

3  

Dr.Sarita Tank

Fantasy

દોસ્તી

દોસ્તી

1 min
56

આપને દોસ્તીની,

કોણે કહ્યું કે એમને કદર નથી.

લોકો કહે દિવાના,

એનીયે પણ અમને ખબર નથી.


તંતુઆે લાગણીનાં,

જેની દિલમાં કોઈ અસર નથી.

પરસ્પરના હેતમાં,

વ્હાલ વીરડીની કસર નથી.


ભલે ઊઠે તોફાનો,

સંબંધોમાં કોઈ વમળ નથી.

હચમચાવે સંબંધો જે,

એવી કોઈ વાણી અમર નથી.


સમજણથી સ્વીકારો,

જીવનમાં કદી દોસ્તીની કબર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy