આત્મબળ
આત્મબળ
આત્મબળથી આકાશમાં ઊડી લઉ,
મન પંખી બની વૃક્ષ પર બેસી લઉ.
મનના તરંગથી પંખી સંગ ઊડી લઉ,
મનના વિચારોથી મુક્ત બની વિહરી લઉ.
દુનિયાની ભીડથી દૂર પાંખ પ્રસારી લઉ,
આકાશની ક્ષિતીજો ને આમ માણી લઉ.
ભાવનાના ભાવ આમ પૂરા કરી લઉ,
કુદરતના સાંનિધ્યને આમ માણી લઉ.
શાંતિની આ અમૂલ્ય ક્ષણો આમ માણી લઉ,
આમ વૃક્ષની ડાળે બેસી અલૌકિક તત્વ માણી લઉ..
