જીવનની અસમંજસમાં ફરું છું
જીવનની અસમંજસમાં ફરું છું
જીવનની મૂંઝવણમાં જીવું છું
કયારેક હસું છું તો ક્યારેક રડું છું,
પણ જીવનની દરેક પળમાંથી કંઈક શીખું છું,
મને ગમે એ કરું કે બીજાની સલાહ મુજબ આગળ વધુ
બસ એ જ, જીવનની અસમંજસમાં ફરું છું,
કયારેક બધાં સાથે કંઈક વધારે જ હસું છું તો ક્યારેક એકાંતમાં રડું છું,
બસ આમ જ,જીવનની અસમંજસમાં ફરું છું,
જીવનમાં કંઈક બનવું છે ને ઘણું બધું મેળવવું છે
અને એની રાહમાં જ આમ ખોવાયેલી રહું છું
બસ આમ જ, જીવનની અસમંજસમાં ફરું છું,
મનમાં બહું સંધર્ષ ચાલે છે પરંતુ
દુનિયાની સામે શાંત મને વર્તુ છું,
બસ આમ જ, જીવનની અસમંજસમાં ફરું છું,
ક્યારેક બહું જ ગુસ્સો કરું છું તો
ક્યારેક વધારે પડતાં વિચારોમાં ખોવાઈ જાવ છું,
શું કરું ને શું ના કરું એની માયાજાળમાં અટવાયા કરું છું
બસ આમ જ, જીવનની અસમંજસમાં ફરું છું,
કોને કહું, કેમ નું કહું મારે શું કરવું છે,
એ રજૂઆતની શરૂઆત શોધવામાં ગૂંચવાયેલી રહું છું
બસ આમ જ, જીવનની અસમંજસમાં ફરું છું,
હજારો પ્રશ્નોની મનમાં હારમાળા રચાય છે
એના જવાબ શોધ્યા કરું છું
બસ આમ જ, જીવનની અસમંજસમાં ફરું છું.
