દેવ દિવાળી
દેવ દિવાળી
આવી રે ભાઈ આવી, દેવ દિવાળી આવી,
રાત અજવાળી લઈને, દેવ દિવાળી આવી,
ભીતરથી ઝળહળવાને, દીવાની જેમ સ્વયં પ્રગટવા,
આવી રે ભાઈ આવી, દેવ દિવાળી આવી,
આનંદનો ખજાનો ને, મોજ મસ્તી લાવી,
આવી રે ભાઈ આવી, દેવ દિવાળી આવી,
નવી આશાઓ નવા સંકલ્પો ને પ્રેમતણો સંદેશો લાવી,
આવી રે ભાઈ આવી, દેવ દિવાળી આવી,
દીપોની હારમાળા ને પરિવારમાં પ્રેમ લાવી,
આવી રે ભાઈ આવી, દેવ દિવાળી આવી,
દેવત્વ દાખવવા ને સમત્વ આચરવા,
આવી રે ભાઈ આવી, દેવ દિવાળી આવી,
હળીમળીને સાથે રહેવા ને સુખદુઃખ વહેંચવા,
આવી રે ભાઈ આવી, દેવ દિવાળી આવી,
જગને રોશન કરવા ને ધરતી ને સ્વર્ગ બનાવવા,
આવી રે ભાઈ આવી, દેવ દિવાળી આવી,
ભૂલો ભૂલવા ને વેરઝેર ત્યજવા,
આવી રે ભાઈ આવી, દેવ દિવાળી આવી,
દિલમાં દીવો કરવા ને માનવતા મહેકાવવા,
આવી રે ભાઈ આવી, દેવ દિવાળી આવી.
