કાર્તિકી પૂર્ણિમા
કાર્તિકી પૂર્ણિમા
કારતક પૂર્ણિમાની રાત આવીને પૂર્ણ ચંદ્ર ખીલ્યો,
પૃથ્વી, આકાશ ચમક્યું ને ચંદ્ર તારાઓના સરઘસ સાથે હસવા લાગ્યો,
પ્રકૃતિ રંગીન ને આહલાદક બની,
ખાણીપીણી રુચિકર ને સુખદ બની,
ચંદ્રના પ્રકાશમાં ફૂલો લાગ્યા નાહવાને,
રંગબેરંગી પતંગિયા ઊડવા લાગ્યા,
પૂર્ણ ચંદ્રની રાત આવીને સાથે ઘણી ભેટો લાવી,
રંગબેરંગી પોશાક ને સોનેરી સવાર લાવી...
વાતાવરણ સોળે કળાએ ખીલ્યું, ને પૃથ્વી બની દુલ્હન.
