સરદાર પટેલ
સરદાર પટેલ
ગુજરાતની ગૌરવવંતી ભોમના પુત્ર,
ખેડૂતોના રાજા સહુના લોકપ્રિય,
દેશી રાજ્યોનું વિલીનીકરણ કરી,
અખંડભારતનું સર્જન કર્યું,
આ શિલ્પકાર સરદારને,
લોખંડી પુરુષ કહી નમન કર્યું,
સિંહ ગર્જના જેની વાણીમાં,
હૃદયથી ધીર ગંભીર,
જેની ખ્યાતિ આખા હિંદમાં,
સિંહ પુરુષ કહી નમન કર્યું,
અંગ્રેજોના અત્યાચારી શાસનનું,
દૃઢ મનોબળથી દમન કર્યું,
આ યુગ શિલ્પકારને,
બિસ્માર્ક કહીને નમન કર્યું,
અતૂટ ત્યાગની મૂર્તિ એતો,
લોભ ન એમની પાસે ગયો,
અખંડ ભારતની એકતા માટે,
તન મન ધનથી જીવન અર્પિત કર્યું,
સરદાર કહી નમન કર્યું,
ધન્ય થઈ ધરા હિંદની,
જેણે ભારતભૂમિ પર જન્મ લીધો,
ભારતરત્ન, સ્ટેચ્યુ ઑફ યુનિટી અર્પણ કરીને,
અખંડ ભારતના શિલ્પીનું બહુમાન કર્યું,
સિંહ ગર્જનાને કોમળ હૃદય,
ભારતની રાજનીતિના પ્રખર વિદ્વાન,
ભારતની આન, બાન અને શાન,
એવા,
કર્મયોગી સરદારને શત શત વંદન કર્યું.
