હોળી
હોળી
હોળી રે આવી
લહેરાયો ફાગણ
કેસૂડાં ડાળે.
મરુસ્થલમાં
ફાગણ લહેરાયો
આવી રે હોળી.
ફાગણ આવ્યો
મેઘધનુષ બની
હોળી રમીએ.
હોળી રે આવી
લાવી અબીલ ગુલાલ
રંગ પ્રેમનો
ચણા ખજૂર
ધાણી, હારડા સાથે
માણો આનંદ.
છોડી દઈને
વેરઝેર ને ઈર્ષ્યા
મનાવો હોળી.
ભીંજાયા હૈયા
ખુશીઓના રંગોથી
હોળી રે આવી.
