દર્દ, વિરહ, વેદના, વિયોગ
દર્દ, વિરહ, વેદના, વિયોગ
ભૂલ થાય જ્યારે
શિખજો કંઈ
દુઃખ લેશે વિદાય.
ટોડલે ટહુકે મોર
દિલમાં દર્દ
યાદોની નદી વહે.
પ્રિયતમાનું દર્દ
સૂવા ના દેય
આંસુ વહ્યા જ કરે.
વિરહ વેદનાથી
હૃદય રડે
તડપે રાત પણ.
હાસ્યમાં છૂપાવીને
લખું વેદના
મળશે વાહ વાહ.
દુઃખ જેને હોય છે
એ જ સમજે
બાકી પોકળ વાતો.
વાદળ વિરહના
ઘેરાયું દિલ
આંખ છલક્યા કરે.
