ગાંધીજી
ગાંધીજી
પહેરી ટૂંકી પોતડી અને હાથમાં લઈ લાકડી,
કરમચંદના મોહનદાસ બન્યા ગાંધીજી,
ગાંધીજી છે રાષ્ટ્રપિતા, સાબરમતીના સંત છે ગાંધીજી,
ના તલવાર ના ખૂન ખરાબા, દુશ્મન ને શાંતિથી હકારી મૂકયા,
સ્વચ્છતાના સ્વપ્નો સેવી દેશને, સોનાની ચીડિયા બનાવી ગયા,
અહિંસાના પૂજારી છે ગાંધીજી, સત્યના દેવ છે ગાંધીજી,
બીજી ઓક્ટોબર ખૂબ જ વિશેષ છે,
તેમાં ભારતનો ઈતિહાસ છૂપાયેલ છે,
મીઠા માટે પગપાળા ચાલીને કરેલી દાંડીકૂચ,
અહિંસા માટે તેઓ ઉપવાસ પર ઉતર્યા,
ગાંધીજીએ મૂલ્યો માટે ગોઠવ્યા ત્રણ વાંદરા,
માણસને શીખવાડ્યા મૂલ્યોના પાઠ,
બારડોલી, ખેડા, ચંપારણ સત્યાગ્રહ કર્યા,
અહિંસક પ્રયત્નોથી ગાંધીજીએ અંગ્રેજોને ભગાડ્યા,
રેટિયો કાંતતા કરી ભારતના લોકોને,
સાદગીનો ઉપદેશ આપી ગયા ગાંધીજી,
ભારત અને દુનિયામાં પૂજાયા ગાંધીજી,
સત્ય અને અહિંસાના બળે ચલાવી જબરી આંધી,
રાષ્ટ્રભાવનાની અમૂલ્ય મિસાલ બન્યા ગાંધીજી,
વિશ્વના નકશામાં ભારતને ચમકાવ્યું ગાંધીજીએ,
યાદ કરો સ્મરણો જન્મદિન ઉજવીને એમના,
રાષ્ટ્રભાવના અને સર્વધર્મ સમભાવના વિચારો ફેલાવો એમના.
