STORYMIRROR

Vijay Shah

Abstract Tragedy

4  

Vijay Shah

Abstract Tragedy

કાંઈ ખપતું નથી

કાંઈ ખપતું નથી

1 min
509

હકથી વધારે બીજું કાંઈ ખપતું નથી,

હકનું દઈ દો બીજું કાંઈ ખપતું નથી,


ફસાઈ ગઈ છે મુજની નાવ મઝધારે,

પહોંચું કિનારે બીજું કાંઈ ખપતું નથી,


જમાનાના દર્દો ભીતરમાં સળવળે છે,

ઠરે માત્ર ઉર બીજું કાંઈ ખપતું નથી,


ખુદની વ્યથા અહીંયા કોને સુણાવું ?

મળે ઘર નાનું બીજું કાંઈ ખપતું નથી,


સહેલાઈથી ક્યાં હવે જીવાય "વીજ" ?

પ્રભુ રહે સાથ બીજું કાંઈ ખપતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract